SCO બેઠક માટે ભારત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પણ આમંત્રણ પાઠવશે!

ભારત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આમંત્રણ પાઠવશે. ભારત આ વર્ષે શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક બેઠકની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે આજે આ જાણકારી આપી. 

SCO બેઠક માટે ભારત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પણ આમંત્રણ પાઠવશે!

નવી દિલ્હી: ભારત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આમંત્રણ પાઠવશે. ભારત આ વર્ષે શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક બેઠકની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે આજે આ જાણકારી આપી. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે "હવે એ સ્પષ્ટ છે કે ભારત આ વર્ષના અંતમાં એસસીઓ પરિષદના પ્રમુખોની બેઠકની મેજબાની કરશે. આ બેઠક વડાપ્રધાન સ્તરે દર વર્ષે આયોજિત કરાય છે અને તેમાં એસસીઓના કાર્યક્રમ અને બહુપક્ષીય આર્થિક અને વેપારને લઈને ચર્ચાઓ કરાય છે". બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આમંત્રણ આપવાના સવાલ પર તેમણે કહ્યું કે "તમામ આઠ દેશો અને ચાર પર્યવેક્ષકોને આમંત્રણ આપવામાં આવશે."

ravish kumar

નોંધનીય છે કે એસસીઓમાં આઠ સભ્ય દેશો છે. જેમાં ભારત ઉપરાંત ચીન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાઝિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન વર્ષ 2017માં પૂર્ણ સભ્ય તરીકે સામેલ કરાયા હતાં. 

જુઓ LIVE TV

પાકિસ્તાન અને ચીનને લગાવી ફટકાર
આ અવસરે રવીશકુમારે યુએનએસસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાન અને ચીનને ખુબ ફટકાર પણ લગાવી. તેમણે કહ્યું કે "એકવાર ફરીથી પાકિસ્તાનના પાયાવિહોણા આરોપોની સચ્ચાઈ બધાની સામે આવી છે. જો કશું ચર્ચા કરવા યોગ્ય હશે તો તે ભારત-પાકિસ્તાન વચ્ચે જ થઈ શકે છે. તેમણે વારંવાર આ શર્મિંદગીથી બચવું જોઈએ. ચીને બોધપાઠ લેવો જોઈએ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news